એક વ્યક્તિ જિજ્ઞાસુ વૃત્તિનો હતો. એક દિવસ તેના મનમાં સવાલ થયો કે શ્રેષ્ઠ સૌંદર્ય કયું છે આ સવાલનો જવાબ મેળવવા તે નીકળી પડયો. તેણે નક્કી કર્યું કે જુદી જુદી વ્યક્તિઓને મળીને જાણકારી મેળવવી. રસ્તામાં સૌથી પહેલા એક તપસ્વી મળ્યા. તેમને પ્રશ્ન પૂછયો. કે આપણા જીવનનું શ્રેષ્ઠ સૌંદર્ય કયું છે તેમણે કહ્યું: શ્રધ્ધા જ સૌથી સુંદર છે. કેમકે માટીને પણ તે ભગવાનમાં પરિવર્તિત કરી દે છે. એ વ્યક્તિને આ જવાબથી સંતોષ ના થયો. તે આગળ વધ્યો. આગળ જતાં એક પ્રેમી યુવાન મળ્યો. તેની સામે પોતાનો સવાલ રજૂ કર્યો.