કોફી હાઉસ - 35

(154)
  • 9.8k
  • 7
  • 3.5k

સંગેમરમર જેવા મુલાયમ મખમલી શ્વેત બદન પર લહેરાતી ગ્રીન હેવી વર્કડ સારી, બેકલેસ બ્લાઉઝ અને પાછળ ઝુલતુ ઘુઘરીયાળુ ઝુમ્મર, સુરાહી જેવી ગરદનને શોભાવતુ ડાઇમન્ડ નેકલેસ, મુલાયમ હાથ પર ખન્ન ખન્ન કરતી બંગડીઓનો ઝુડો, પગમાં પાયલ, કાનમાં લાંબી બાલી, ચહેરા પર લાઇટ મેક-અપ, આંખોમાં કાજલ, ડાબા હાથની અનામીકામાં રાજાશાહી પન્ના જડિત રીંગ સાથે સાથે બન્ને હાથમાં વેલ શેઇપ્ડ નેઇલ પોલીસ, જમણા હાથે બાજુબંધ સાથે નયનોના બાણ ચલાવતી દર્પણને નિહાળી રહી હતી, જાણે તેના સૌંદર્યથી દર્પણ તૂટીને ચક્નાચુર ન થઇ જાય એવુ તેનુ રૂપ હતુ. ખુલ્લા વાળને સંવારતી તે આંખ આગળ આવતી લટને વારે વારે ઉછાળતી હતી ત્યારે તો જાણે વિશ્વામિત્રનું પણ તપ ભંગ થઇ જાય તેવી તેની અદ્દાઓ હતી. રેડ્ડી થયા બાદ પોતાને દર્પણમાં નખ શીખ નિહાળી પરફ્યુમ લગાવી બહાર આવવા નીકળતી જ હતી ત્યાં તેના પગ થંભી ગયા.................... કોણ આવી રહ્યુ છે વળી આ નવું જાણવા માટે ચાલો માણીએ આજના આ ભાગને......