પ્રકરણ 26 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય દિયાને પ્રપોઝલ પછી સૌથી પહેલી વખત મળે છે. આ સમયે દિયા આદિત્યને પોતાની ઘણી બધી વાતો કરે છે. આદિત્ય દિયાને સરપ્રાઈઝ પણ આપે છે. હવે આ સમય મે મહિનાનો હતો અને આદિત્ય ઉનાળાના વેકેશનમાં હંમેશા અમદાવાદ પોતાના મામાના ઘરે વેકેશન કરવા જતો. આથી આ વખતે પણ આ મુલાકાતના અંતે આદિત્ય પોતાના અમદાવાદ જવાની વાત કરે છે. હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...