સફરમાં મળેલ હમસફર ભાગ-17(અંતિમ)

(366)
  • 9k
  • 15
  • 3.7k

“અને તમને પૂર્વીનો પીછો કરવાનું કોણે કહ્યું હતું ”મેહુલે પૂછ્યું. “ના બેટા એ રાજ તો રાજ જ રહેશે,મને ખબર છે તું હવે મને મારી જ નાખીશ પણ હું એ વ્યક્તિનું નામ નહિ જ આપું.”તેણે દર્દ ભર્યા અવાજે હાસ્ય છોડ્યું.ધડામ…પાછળથી ગોળી ફૂટી,તેના કપાળમાંથી ગોળી આગળ નીકળી ગયી અને તે નીચે પટકાયો. “એ સાચું જ કહેતો હતો, એ વાત રાજ જ રહેશે.”પૂર્વીએ બ્રિફકેસ ઉપાડ્યું અને ચાલતી થયી. “આ શું કર્યું તે પૂર્વી,તેની પાસેથી વાત જાણવાની હતી.”પૂર્વીને જતી જોઈ મેહુલ બબડયો. “આવિજા બકા હવે કોઈ વાત નહિ.”પૂર્વીએ પાછું ફરી કહ્યું. બંને મુંબઈ છોડી વડોદરા આવ્યા,પ્લાન મુજબ કાવેરીની માનસિક સ્થતિ સારી ન હતી એટલે તેને આ ચાર વર્ષમાં શું કર્યું તેનું કારણ આપવાની જરૂર ન હતી.હરેશભાઇએ પણ કોઈ કારણસર પૂર્વીને કંઈ પૂછ્યું નહિ અને માત્ર પિતા વાત્સલ્યના આલિંગનથી સ્વીકારી લીધી.