પ્રેયના પિતાના મૃત્યુ બાદ એકલવાયુ જીવન જીવતા પ્રેયને આલોકસેઠ ફરી એકવખત રાજકોટ મોકલે છે, રાજકોટ જતા તે આ વખતે તેના પ્રોફેસર્સને મળવા કોલેજ પહોંચે છે. તેમને મળીને પ્રેય અને પ્રોફેસર્સ બન્ને ખુબ ખુશ થાય છે. ત્યાંથી નીકળતા તેને ધ્વની જોઇ લે છે, ધ્વની પ્રેયને અચાનક આ રીતે કોલેજમાં જોતા ખુબ ખુશ થઇ જાય છે અને બન્ને કોફી પીતા પીતા જુની વાતોને વાગોળે છે. ધ્વની કુંજની કાંઇક વાત કરે છે ત્યાં પ્રેય ખુબ બેબાકળો બની જાય છે. શું થયુ કુંજ નું તે ક્યાં જતી રહી શું તેના જીવનમાં પણ કાંઇક અઘટિત બની ગયુ હશે જાણવા માટે વાંચતા રહો કોફીહાઉસ...................