ધક ધક ગર્લ - ૨૦

(74)
  • 5.3k
  • 2
  • 1.9k

ગણેશ-ચતુર્થી પછીનો પાંચમો દિવસ એટલે પાંચ દિવસના ગણપતિ-વિસર્જનનો દિવસ. આખે રસ્તે નાચતા-ગાતા વાજતે-ગાજતે તેમને વિદાય આપતાં લોકોનાં મોઢેથી પુરજોર અવાજમાં બોલતા વિવિધ સ્લોગન્સ, દર વર્ષની જેમ આજે પણ રસ્તા પરથી ઉપર મારી રૂમમાં લગાતાર સંભળાતા હતા. આવા અવાજો દર વર્ષે તો મને બહુ પ્રિય લાગતા, કારણ મારી ભૂતપૂર્વ પ્રેમિકા તન્વીનાં ઘરે પણ પાંચ દિવસના ગણપતિ આવતા, અને પાંચમે દિવસે વિસર્જન માટે તેમને લઇ જવાના હોય ત્યારે હું અચૂક તન્વીનાં ઘરે જતો અને ત્યાંથી જામ ધમાલ કરતા..ગુલાલ વગેરે ઉડાડતા અમે બધા ડેક્કન જીમખાના પાસે, મુથા નદીને કાંઠે જતાં. આખે રસ્તે આવા જ સ્લોગનો લલકારી લલકારીને રસ્તો આખો ગજવી મુકતા..રસ્તાનો ટ્રાફિક ગૂંચવાડી મુકતા. નદી કાંઠે ગણપતિની આરતી થતી ત્યારે પણ મારી ને તન્વીની નજરાનજરી તો ચાલુ જ રહેતી, અને આમ આ ધાર્મિક ઉત્સવ અમારા માટે રોમાન્સનું એક માધ્યમ બની રહેતો. આ વર્ષે પણ ગણપતિના આ પાંચમાં દિવસે, નીચેથી મારા ઘરમાં આવા સ્લોગન્સનો ગોકીરો મારા કાને પડી રહ્યો હતો. પણ આજે મને તે બધામાં કોઈ જ રસ નહોતો, કારણ હજી બે દિવસ પહેલા જ ફોન પર તન્વી સાથે મારી સખત બોલાચાલી થઇ હતી, ને મેં અમારા બ્રેકઅપનું તેની સામે ઑફીસીઅલી એનાઉન્સમેન્ટ કરીને મારો ફોન પટકી દીધો હતો. પોતાનાં મૅરેજ થઇ ગયા હોવા છતાં સાવ ચીપ કહી શકાય તેવી તેની વાણી અને વર્તનથી વૈતાગીને મેં આખરે આ અંતિમ પગલું ભર્યું હતું. .