ધક ધક ગર્લ - ભાગ ૧૮

(68)
  • 5.9k
  • 4
  • 2k

ખરું પૂછો તો આમાં ભૂલ મારી જ હતી. મારા ધ્યાનમાં જ ન રહ્યું કે તન્વી મારા માટે ભલે હવે એક મૈત્રિણ જ છે, પણ ધડકન માટે તો તે મારી એક્સ જ છે. અને કોઈ પણ છોકરી માટે આ બિલકુલ જ અણગમતી વાત ગણાય કે પોતે ખાસ પોતાનાં પ્રેમી માટે પ્લાન કરેલી સાંજે તેનાં પ્રેમીની એક્સ પણ તેમનાં બંનેની સાથે હોય. પણ હવે શું થઇ શકે મારી બેવકૂફી મને જ નડી રહી હતી.