Speechless Words - 16

(36)
  • 4.6k
  • 1
  • 1.2k

‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. હું સ્કૂલમાં હતો ત્યારે જ આ સ્ટોરી પ્લોટ તૈયાર કર્યો હતો પણ મને એડ્વેન્ચરની વાર્તા વધુ પસંદ હતી આથી પ્રથમ નવલકથા તરીકે ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડ્વેન્ચર’ને તમારી સામે રજૂ કરી હતી. તો હવે રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ . ‘સ્પીચલેસ વર્ડ્સ ના 15 પ્રકરણ પબ્લીશ થયા હતા પરંતુ પછી થોડા સમયના અલ્પવિરામ બાદ રજૂ કરીએ છીએ પ્રકરણ 16. પ્રકરણ 15 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ એ. જી. સ્કૂલમાં સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. સ્કૂલની મિટિંગ અને મારી ઢોસાવાળા સાથે મગજમારી, હેનીલ સાથે ઝગડો કરવા માંગતો અમારા ક્લાસનો ડોન અંકિત, છોકરીઓને વાંચવામાં પડતી મુશ્કેલીઓ અને છેલ્લે બોર્ડ એક્ઝામ્સમાં આદિત્યનો નંબર એસ. વી. પી. સ્કૂલમાં આવે છે. જ્યાં C810506 નંબર આદિત્યની બાજુની સીટ પર લખેલો હોય છે. હવે આ નંબર કોનો છે શું આ નંબર દિયા કે હેત્વીમાંથી કોઈનો છે શું છે આ નંબર પાછળનું રહસ્ય આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...