ધક ધક ગર્લ -ભાગ ૭

(112)
  • 7.1k
  • 5
  • 2.1k

મારી પ્રેમિકા તન્વીના આજે લગ્ન હતા. તેનાં વેડિંગ-હોલની સામે જ મને એક બેમાળી હોટલ દેખાઈ, એટલે વગર કંઈ વિચાર્યે, હું તે હોટલમાં પેસી, ઉપર પહેલે મજલે ચડી ગયો. આટલી વહેલી બપોરે હોટલમાં ખાસ કોઈ ગર્દી નહોતી. અઠવાડિયાની મારી વધેલી દાઢી અને ચહેરા પર દેવદાસ જેવા ઉદાસ ભાવને કારણે ત્યાં હાજર મુઠ્ઠીભર લોકોમાંથી કોઈએ મારી તરફ ખાસ કંઈ ધ્યાન ન આપ્યું. હું સાઈડનું એક ટેબલ પકડી બેસી ગયો, ને તે ટેબલની સામે જ એક ખુબ મોટી કાંચની વિન્ડો હતી કે જેમાંથી સામેના વેડિંગ-હોલનો મેઈન-ગેટ દેખાતો હતો. થોડીવાર તેની તરફ જોતો, હું સુધી ગુમસુમ બેસી જ રહ્યો. વેઈટરે આવીને સામે મેનુ-કાર્ડ ધર્યું, ત્યારે જ મારી તન્દ્રામાંથી હું બહાર આવ્યો. એક એન્ટીકવીટી...લાર્જ..! -મેનુમાં જોયા વગર જ મેં ઓર્ડર આપ્યો. સર, સોડા કે દુસરા કાય નથીંગ..! ઓન ધ રોક્સ, પ્લીઝ..! . વેઈટર ગયો એટલે હું ફરી ખિડકીમાંથી બહાર જોવા લાગ્યો. ઓર્કિડના મોટા મોટા ફૂલથી પ્રવેશદ્વાર સજાવવામાં આવેલું. એક ઢોલવાળો અને તેની સાથે બે તુતારીવાળા, ગેઇટની બાજુમાં ઉભા હતા. કેટલીય મોટી મોટી ગાડીઓ પાર્કિંગમાં દેખાતી હતી. ત્યાં જ, થોડો કોલાહલ સંભળાતા મેં ફરી નજર બહાર કરી, તો મંડપમાં અનેક ફેંટાધારીઓ માન્યવરો બારાતના સ્વાગત માટે જમા થતાં જણાયા. ક્ષણાર્ધમાં તો એક સફેદ-લાલ પજેરો ગાડી ગેઇટ પર આવીને ઉભી રહી. તેની પાઠોપાઠ સફેદ-શુભ્ર જેગુઆર અને ઔડી ધૂળ ઉડાવતી આવી, અને તરત જ બેન્ડ-વાજાવાળાઓ રાજા કી આયેગી બારાત ગીત વગાડવાનું શરુ કર્યું. સફેદ જેગ્વાર ગાડી પર ફૂલ અને નોટોનો વરસાવ કરવામાં આવ્યો. તન્વીનો વર.. ! અમસ્તું જ મારા ચહેરા પર એક તુચ્છકારભર્યું હાસ્ય ફરી વળ્યું. હંહ..! આ શું મારી તન્વીને સંભાળવાનો તન્વીને તો સિર્ફ હું જ સંભાળી શકું. તેનું રીસાવું..મોઢું ફુલાવવું..તેના બાલીશ લાડ.. તેનો ધોધમાર વહેતો પ્રેમ.. તેની ગોસીપ્પો..તેના સ્વપ્નો..તેની આઈસક્રીમો..તેનો બોલીવુડ-પ્રેમ..તેનું શોપિંગ..તેની ફેવરેટ જગ્યાઓ..બધું જ બધું..! આ લગ્ન પછી મારી તન્વી નક્કી જ ક્યાંક તો બી ખોવાઈ જવાની. અને તેની જગ્યા..સ્ટેટસ સંભાળનારી કે સ્ટેટસ સંભાળવું પડતું હોય તેવી કોઈક પાકટ..મેચ્યોર્ડ..પાટલીણ લઇ લેવાની..! આ પાટીલની પાટલીણ..! હંહ ! .