તો.. તન..તન..તન્મય -તેની જીભ હવે ગેગેફેફે થવા લાગી હતી- હાઉ ઈઝ યોર લોં...ગ આઈલેન્ડ આ...ઈસ્ડ ટી.. . ઈટ સ ગુડ..! -મેં ટૂંકો જવાબ આપ્યો. . એમ આય વિલ ઓર્ડર વન ફોર મી ઓલ્સો. -વેઈટરને ઈશારો કરીને બોલાવતા તે બોલી. . તન્વી, ઈનફ..! ઓલરેડી તે આટલી ટકીલા લીધી છે, ને આ હવે લોંગ આયલેન્ડ આમાં તો ટકીલાના ડબલ શોટ્સ હોય છે, અને તે શિવાય રમ અને વોડકા પણ. -મેં તેને ટેકનીકલ સમજાવવાનો પ્રયત્ન કર્યો. . શટઅપ તન..તન્મય. આય એમ નોટ યર ગર્લ..ગલ..ગર્લફ્રેન્ડ નાઉ..! -તન્વી અટકી અટકીને બોલી. . મારી સહનશક્તિનો હવે અંત આવી ગયો. એક તો મને અહીં ઇન્વાઇટ કરીને મારી સાથે કોઈ ખાસ વાતચીત પણ નહોતી કરી, ઉલટું મારે તેની સાસર-વાડીની સહેલ સહેવી પડી હતી, એટલે સટાક દઈને હું રાગ ખાઈને ઉભો થઇ ગયો. . સો..સોરી. જા...નુ ! ચીડલાસ કાય.. -તન્વીની આંખો ભારે થયેલી દેખાતી હતી. ખરેખર તેને વધુ પડતી જ થઇ ગઈ હતી. . તન્વી, પ્લીઝ.. બિહેવ યોરસેલ્ફ. . હાઉ કેન આઈ બિહેવ જાનુ હાઉ કેન આય ... તુલા માહિત આહે, ધડકન.. ચોમાસામાં અમે લોનાવલાના ભુશી-ડેમ જતા ને.. ત્યારે આ..આ..તન્મય, ખબર છે શું શું કરતો તેનો હાથ ક્યાં ક્યાં ફરતો, ખબર છે -તન્વી પોતાની છાતી અને પેટ પર હાથ ફેરવતા બોલી- અને ત્યારે..મારે પણ આમ જ કહેવું પડતું કે, તન્મય બિહેવ યોરસેલ્ફ.. -તન્વી એકલી એકલી પોતાની જાત સાથે જ હસતી હતી. .