ધક ધક ગર્લ - ભાગ ૪

(102)
  • 7k
  • 8
  • 3.1k

ગજબની સુંદર અને અફલાતૂન યુવતી, કે જેની નશીલી આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, સુડોળ અંગોમાં છલકાતું અપ્રિતમ લાવણ્ય, કે જે મનગમતી કલ્પનાઓ કરવા માટે મનને મજબુર કરી દે..! વિચાર કરો, કે હૃદયના ધડ્કારાઓ પુરઝડપે વધારી દે, તેવી આ ધક ધક ગર્લ નો સામનો, કોઈ તરવરીયા અને જોશીલા નવયુવાનને સાવ અચાનક જ થઇ જાય, તો તેનાં સમગ્ર બદનમાં અનાયાસે જ દોડવા લાગેલી વીજળીઓના ઝણઝણાટને તે કેવી રીતે અવગણી શકે તે યુવાનની હાલત કેવી થઇ જાય ખાસ કરીને કે જયારે તેની પોતાની પ્રેમિકા ત્યાં મોજુદ જ હોય એ પ્રેમિકા, કે જે આ યુવાનના હૃદયના કોઈ ખૂણામાં સદાય વસેલી હોય, પણ રાતની એકલતામાં આ યુવકના હ્રદયમાં છાનીમાની પેસીને આ ધકધકીયાણી જો આ યુવકનાં સમગ્ર હૃદય પર પૂર્ણપણે કબજો જમાવી લે, તો આ યુવકે પોતાની પ્રેમિકાને આપેલ વફાદારીના વાયદાઓનું શું થાય મનમાં મોજુદ મનગમતીનો મજબુત પ્રેમ આ હુમલાખોર હસીનાનાં હુડદંગનો સામનો કેટલો કરી શકે માસૂમ પ્રેમની મૂંઝવણભરી પરિસ્થિતિ એટલે... ધક ધક ગર્લ !