મેરે સપનો કી રાની - ભાગ છેલ્લો

(94)
  • 4.6k
  • 8
  • 1.6k

ઈન્જીનીયરીંગના ત્રણ વર્ષના કોલેજ-કાળ દરમ્યાન, મારી એક જ કોશિષ રહી કે હું તેને શોધી શકું જે છેલ્લા કેટલાય મહિનાઓથી રોજ રાતે મારા સપનામાં આવન-જાવન કરી મારા હૈયાના સુખ-શાંતિની નિર્મમ હત્યા કરી જાતી હતી. આ સમયગાળા દરમ્યાન ફક્ત એક જ નોંધનીય વાત એ બની, કે મારી ઉમર ૨૧વર્ષની થઇ ગઈ. એટલે કે મેરેજ કરવામાં માટે હું હવે કાયદાકીય રીતે લાયક હતો. પણ સમસ્યા એ હતી, કે લગ્ન કરવા, તો કોની સાથે મારી સપનાની રાણી સ્વપ્ન-લોક ત્યાગીને આ મૃત્યુલોકમાં પધરામણી કરે, મને તેના લૌકિક-સ્વરૂપના દર્શન કરાવે, ને તેની સામે હું ઘૂંટણીયે બેસી, હાથમાં રેડ રોઝ લઈને તેને પ્રેમથી પ્રોપોઝ કરું..તો કંઇક વાત આગળ વધે. અને આખરે.. એક દિવસ મારા જીવનમાં સોનેરી સુરજ ઉગ્યો. મને તે રૂપવતી લલનાના દીદાર થયા, ને હું તો બસ..તેને જોતો જ રહી ગયો..