નવજાત બાળકોનું ભક્ષણ કરી જવાના ગુનામાં મોતની સજા પામેલી અને જાહેર જનતાની હાજરીમાં જીવતી સળગાવી દેવાયેલી ડાકણ લેડી ગ્લેમીસ. સંગીત વગાડતા ચાલતા જતા શાહી ડ્રમર અને પાઇપર. પોતાના માલિકની કબર શોધતો રહેતો એક કાળો કદાવર કૂતરો. આવા તો કંઈ કેટલાંય ભૂત દેખા દેતા રહે છે એડિનબર્ગના ભૂતિયા કિલ્લામાં. કદાચ એટલે જ વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝિને પણ આ કિલ્લાનો દુનિયાનાં ટોચનાં ૧૦ સૌથી વધુ ભૂતિયા સ્થળોમાં સમાવેશ કર્યો છે.