I AM SORRY PART - 10

(108)
  • 5k
  • 8
  • 1.8k

[નિખિલ જણાવે છે કારણો કે નિકી સાથે લગ્ન કરવાની બદલે તેની સાથે તેણે લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું કેમ પસંદ કર્યું. ] . લીવ-ઇન-લાઈફમાં સેક્સ તો ચોક્કસ શામેલ હોય છે, પણ એ વાત જો કોઈને વાંધાજનક લાગતી હોય, તો લગ્ન પહેલાં સેક્સ તો ઘણા પ્રેમીઓ માણતા જ હોય છે. ગેસ્ટહાઉસ, થીએટર, પીકનીક, આઉટીંગ કે જ્યાં થોડુક એકાંત મળે ત્યાં...પણ આ બધામાં તો બસ.. પા-અડધા કલાકની ઉત્તેજના જ મોટો ભાગ ભજવતી હોય છે. નથીંગ મોર એન્ડ નથીંગ સીરીયસ. જયારે લીવ-ઈન-લાઈફમાં રહેતા યુગલો તો એકમેકનો સહવાસ માણવાની સાથેસાથે, બેડરૂમમાં એકબીજાનાં પરફોર્મન્સને પણ જજ કરતા હોય છે અને આ બાબતમાં સજેશન પણ આપતા હોય છે. બટ યસ.. એક પત્નીનું આ બાબતે કોઈ રીમાર્ક, કે કોઈ સજેશન...પતિના ઈગોને બહુ સહેલાઈથી હર્ટ કરી જાય, પણ એક ગર્લફ્રેન્ડનું નહીં. અને લીવ-ઈનમાં રહેતા યુગલો, જવાબદારી વહેંચી સાથે રહેતા ફ્રેન્ડસ હોય છે, અને નહીં કે એકબીજા પર રોફ જમાવતા પતિ-પત્ની. મેરેજને સમાજ અને કાયદાનું પીઠબળ હોવાથી તેમનાં મનમાં એક હાનીકારક વિશ્વાસ ઉત્પન્ન થઇ જાય છે, કે ઠીક છે ને..ગમે એવું વર્તન કરો, હવે આ મને છોડીને ક્યાં જશે.. જયારે લીવ-ઇન-લાઈફમાં એક અસલામતીની ભાવના હોય છે, કે થોડું ય આડું અવળું થશે તો આ મને છોડી દેશે, એટલે આ ભાવના જ એકમેક તરફની કાળજીને ઓછી થવા દેતી નથી. કે નથી એકમેક પર હાવી થવાની કોશિષ કરવા દેતી. . તો હવે જયારે તેની પ્રેમિકા નિકી તેનાંથી રિસાઈને ચાલી ગઈ છે, તો નિખિલના આ અભિપ્રાયો કેટલા સાચા હતા જાણવા માટે વાંચો...