નિખિલને યાદ આવે છે તેની રિસાયેલી પ્રેમિકા સાથેની પહેલી મુલાકાત. તે સાંજે હું ટેક્સીની વાત જોતો ઉભો હતો, કે અચાનક જ નિકી એક ‘જીન’ની માફક મારી સામે પ્રગટ થઇ, પોતાની કાર સાથે. મારી બાઈક સર્વિસમાં આપી હોવાને કારણે, મારે ગેરેજમાં જવાનું હતું. એટલે તેણે જ્યારે મને લીફ્ટ આપી તો મને મારાં સદભાગ્ય પર વિશ્વાસ જ નહોતો બેસતો. તેની સાથે ફ્રન્ટ-સીટ પર બેઠા બાદ મારી હિંમત એટલી બધી વધી ગઈ...અને તેનો પણ એટલો પોઝીટીવ રિસ્પોન્સ હતો, કે મારી બાજુમાં રાખેલ તેનાં બીજા હાથ પર મેં મારો હાથ મૂકી દીધો. તે એક હાથે ડ્રાઈવિંગ કરતી રહી, પણ પોતાનો હાથ ન હટાવ્યો. જો કે હસીને તે બોલી ખરી - નીખીલ, લેટ મી કોન્સન્ટ્રેટ ઓન ડ્રાઈવિંગ હું હસી પડ્યો.. એક ક્ષણ માટે થંભી પણ ગયો. પણ તોય મારું નસીબ અજમાવવાનું તો ચાલુ જ રાખ્યું. હું તેનાં હાથનાં પંજા પર મારો હાથ ફેરવતો જ રહ્યો, જે ધીરે ધીરે તેનાં કાંડા સુધી પહોંચી ગયો. પણ પછીની બે મિનીટ બાદ જ... નિકીએ અચાનક ગાડી રોકી દીધી અને એકદમ સીરીયસ મોઢું બનાવીને બોલી- નીખીલ, તું મારું ધ્યાન ભટકાવી મુકે છે. આઈ કાન્ટ ડ્રાઈવ ઇન ધીસ વે..! એક કે બે પળ માટે અમે બંને એકબીજાને તાકતાં જ રહ્યા. અને ત્રીજી પળે હું આગળ વધ્યો. મારાં હોઠ તેનાં ચહેરાની નજીક લઇ ગયો. તેણે કોઈ પ્રતિકાર ન કર્યો, કે ન તો તે પોતે પાછળ હટી, તે અમારી પહેલી કિસ હતી. પણ એકદમ દીર્ઘકાલીન..! બહુ લાંબો સમય સુધીની અને ખુબ જ ઊંડી પણ..!! આમ ખુબ જ ટૂંકા સમયમાં અમારો પ્રેમ-સંબંધ બંધાઈ ગયો. બંને જણા જાણે વર્ષોથી એકબીજાની વાટ જોતાં હતાં.. તો કોઈ પણ જાતની ફોર્માલીટી કર્યા વિના, કે કોઈ પ્રોપોઝ કરે તેની વાટ જોયા વિના, શબ્દોનો સહારો લીધા વગર જ, ફક્ત આંખોથી જ બંનેએ એકમેકને બેધડક રીતે કહી દીધું કે, -યસ, આઈ લવ યુ. આઈ લવ યુ મૅડલી..! . શું નિખિલનાં પ્રણયનો સુવર્ણ-કાળ પાછો ફરશે..