I AM SORRY PART - 8

(103)
  • 4.6k
  • 7
  • 1.6k

[આડે પાટે ચડેલી પોતાની ગાડીને સીધે રસ્તે લાવવા નીખીલે આખરે તેનાં દોસ્ત અમયની મદદ લીધી, અને પોતાની મુએશ્કેલી તેને સમજાવવા માંડી.] . હેહેહેહે.. વીચ એટેન્શન કયું એટેન્શન તે મને હગ કરે છે, કે કીસ કરે છે ક્યારેક. બસ એટલું જ..! પણ તેનાથી ‘વધું’ શેનાં ય માટે તે તૈયાર નથી હોતી. -મેં હવે મારું હૃદય પૂરું ખોલી નાંખવા ચાહ્યું -અમે ભેગા થઈએ છીએ ક્યારેક ક્યારેક..અઠવાડિયે દસ દિવસે એકાદ વાર કે એવું કંઇક. બસ એટલું જ. અને આ..આવું બધું..કેટલા ય મહિનાઓથી આમ જ ચાલે રાખે છે. . અમયની ભ્રમરો ઉંચે ચડી ગઈ. તે પોતે લગભગ મારી જ ઉમરનો એક નોર્મલ અને તંદુરસ્ત યુવાન છે, તો મારી શારીરિક જરૂરીયાતની તીવ્રતાને તે સારી રીતે સમજી શકતો હોય, તે સમજવાની વાત છે. બીજો કોઈ મોકો હોત, તો તેણે પોતે આ વાતનો દોર ઉપાડી લઈને પોતાની જરૂરીયાત મારી કરતા કેટલી વધુ અને કેટલી તીવ્ર છે તે બાબતમાં કદાચ બડાઈ હાંકવાનું શરુ કરી દીધું હોત. પણ આ યે સમજી શકાય એવી વાત છે. કારણ મોટેભાગે બધા યુવાન દોસ્તોમાં આવી બડાઈ હાંકવાનું છાશવારે થતું જ હોય છે. અને તેમનાં વચ્ચે તો આવી બધી વાત સાવ નોર્મલ ગણાય. પણ અત્યારે પરિસ્થિતિ જુદી જ હતી, વાતાવરણ ગંભીર કહી શકાય એવું હતું. એટલે અઠવાડિયે દસ દિવસે ફક્ત એક વાર જરૂરિયાત પૂરી થવાની મારી ફરિયાદ સાંભળીને તેની ભ્રમરો આશ્ચર્ય અને સહાનુભુતિથી ઉપર ખેંચાઈ ગઈ.