અન્યમનસ્કતા નવલકથા શું છે - ગુજરેલા સમયના ગર્ભમાં નિષ્પાપ ઘટી ચૂકેલી ઘટનાઓના અવસાદભર્યા રહસ્યોની કહાની... - શરીર અને મન બેફામ બની દિમાગ સાથ ટકરાઇ સિધ્ધાંત, આદર્શ અનેસ્વાર્થની લડાઇ લડે છે ત્યારે કોને, કેમ, કેટલું અને શા માટે ઇમાનદાર, સમજદાર અને જવાબદાર રહી સંધર્ષમય જીવતા મારા-તમારાજેવા પાત્રોની વાર્તા.. - દગાબાજી અને બેવફાઇ જ્યારે ચુંબકના અસમાન ધ્રુવો પર બાજીને સંબંધોને ખતમ કરતાં પહેલાં ક્યા પ્રકારે જૂઠ અને ફરેબભર્યું અનહદ સુખ આપે છે તેવા કેટલાક અનુભવોની દાસ્તાન... ઉપરાંત... સમયની જીવલેણ પકડમાં બદલાઇને મુર્ઝાઇ જતા સંબંધમાં ફસાયેલી વિરલ સ્ત્રી સોનાલી, નવા શ્વાસની જેમ નિત્ય પેદા થતી રહેતી અઢળક ઇચ્છાઓ અને આકાંક્ષાભર્યા સપનાં સેવતો માયાળુ વિવેક, સા,રે,ગ,મ,પની લયમાં, આરોહ-અવરોહના અનુક્રમમાં જ્યારે પ્રાસબધ્ધ વહેતી જિંદગીમાં સૂરમય ઉતાર-ચડાવ આવે છે ત્યારે તેના કારણોનો લેખાંજોખાં પ્રસ્તુત કરતાં ખંજન અને આલોક. પરણિત યુવાદિલોની કશ્મકશ, વાયદાઓનાં આટાપાટા, મનનો એકએક ખૂણો ખૂંદી નાંખે તેવા સંવાદ અને ઘટનાઓનો અંત નથી તેવી યાદોનો પટારો ખોલીને તમારા અને તમારી આસપાસના પરિચિતોનો આયનો દર્શાવી પોતીકું પ્રતિબિંબ રચી દેતી કથાવિશ્વની સફર એટલે અન્યમનસ્કતા નવલકથા.. ‘અન્યમનસ્કતા’ એટલે અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો અન્યમનસ્કતા એટલે અસ્થિરતા, ઉદાસીનતા, ચંચળતા, ગમગીની, અને મન બીજે ફરતું હોય તેવી સ્થિતિ. જીવનની આવી જ અસ્થિર ઉલઝનો અને ઉપાધિઓ રજૂ કરતી કહાની એટલે ‘અન્યમનસ્કતા’હર કોઈના જીવનમાં અન્યમનસ્કતા આવે છે. બધાના જીવનને સ્પર્શતી અને સાંકળતી નવલકથા લખવાનો લેખકે પ્રયાસ કર્યો છે. માટે એક રીતે જોવા જઈએ તો આ વાર્તા આપણા બધાની જ વાત જણાવે છે. અને આ નવલકથાના લેખન પાછળ આદેશ, ઉપદેશ નહીં પણ એક સુંદર સંદેશ રહેલો છે. તો મિત્રો તૈયાર થઇ જાઓ ‘અન્યમનસ્કતા’ પુસ્તક થકી એક સુંદર નવલકથાના સફર પર સર થવા, સંબંધોના સમીકરણમાં સંડોવાયેલા કિરદારોને માણવા. જાણવા અને અનુભવવા...