I AM SORRY PART - 5

(131)
  • 6.7k
  • 6
  • 2.2k

મારી રિસાયેલી પ્રેમિકાને મનાવવાના મારાં પ્રયત્નો દરમ્યાન તે એટલી વ્યથિત થઇ ગઈ કે પોતાનું માથું ઝુકાવી, કપાળે હાથ મુકીને તે રોતી રહી. નીખીલ. આઈ વિશ, કે હું તને ધિક્કારી શકતી હોત. અરે, તને કોઈ જ અંદાજો નથી કે તું મને કેટલો હર્ટ કરી રહ્યો છે. મેં ક્યારે ય નથી વિચાર્યું કે તું આમ મને હર્ટ કરીશ. અત્યારે નિખિલ, મારામાં એટલી ય એનર્જી નથી બચી, કે હું તારા પર ગુસ્સે થઇ શકું. બસ..આ દર્દ ઓછું થાય એટલું જ હું તો ઈચ્છું છું. . આ સાંભળી મેં તેના ખભ્ભામાં મારું માથું ઝુકાવી તેની ગરદનમાં મારો ચહેરો મૂકી દીધો. થોડી પળો માટે હું તેમ જ ચુપચાપ રહ્યો...તેના સાન્નિધ્યની પ્રસંશા કરતો. તેણે પણ પોતાનો ચહેરો મારા ચહેરા પર મૂકી દીધો. ઓનેસ્ટલી...મને તો લાગ્યું, કે અમારા બંને વચ્ચે વાત હવે બની રહી છે. પણ તે ત્યાં સુધી જ..કે જ્યાં સુધી મેં મારું બેવકૂફ જેવું મોઢું નહોતું ખોલ્યું. . ચાલ મારી સાથે પલંગમાં.. -હું તેનાં કાનમાં ગણગણ્યો. વેલ...હું તેને બહેકાવતો નહોતો, સેક્સની તો કોઈ ઈચ્છા ય નહોતી તેમાં. મારે તો બસ..તેને મારી આગોશમાં જકડી રાખવી હતી. તેને એ દેખાડવાનો નમ્ર પ્રયાસ કરવો હતો, કે હું તેને કેટલી ઉન્મત્તતાથી પ્રેમ કરું છું. . પણ નિકી તો એક ઝટકા સાથે ઉભી થઇ ગઈ, અને પોતાની ક્રોધ ભરેલી ત્રાડથી મને ચોંકાવી દીધો. આ જ છે તારી કાળજી અને લાગણી મારા માટે.. સેક્સ.. હું અત્યારે જ્યારે કહી રહી છું, કે હું કેટલી થાકી ગઈ છું..કેટલી પીડા અનુભવું છું, ત્યારે તને બસ એ જ બધું કરવું છે.. બસ એ જ બધું અજમાવવું છે મારી ઉપર.. . [નિખિલ...જેમ જેમ પોતાની રિસાયેલી પ્રિયતમાને મનાવવાની કોશિષ કરતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ અટવાતો ગયો. તો હવે શું કરશે નિખિલ ] .