અન્યમનસ્કતા પ્રકરણ 2

(94)
  • 4.8k
  • 14
  • 2.2k

‘અન્યમનસ્કતા’માં સાદગી છે. વાર્તામાં ઉતાર-ચઢાવ છે, પાત્રોની માનવસહજ નબળાઈઓ છે. અને આ ઉપરાંત પરિસ્થિતિને કારણે જન્મ લેતા ડ્રામાને કારણે એમાં રસ જળવાઈ રહે છે. આજની પેઢીમાં ગુજરાતીમાં લખવા બેઠેલા યુવાને શું લખ્યું હશે એ ઉત્સુકતાથી જ આ નવલકથા મેં વાંચી એટલે જ વિવેચનની ગડમથલમાં પડ્યાં વિના એટલું જ કહીશ કે લેખકમાં ભવિષ્યમાં સારા નવલકથાકાર બનવાની સારી એવી શક્યતા છે. સરળ પાત્રો, વર્ણન સ્ટાઈલ અને વચ્ચે વચ્ચે ચિંતનનો ડોઝ પણ આપતા એમને આવડે છે. કશુંક રચવાની, કહેવાની અને પાત્રોની સ્ટાઇલ ઊભી કરવાની તીવ્ર મહેચ્છા એમની કલમમાં વારંવાર ઝળકે છે. એક પ્રકારની મુગ્ધતા પણ છે. જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ભવ્ય રાવલની પ્રથમ રચનામાં જે કોન્ફિડન્સ ઝળકે છે એ કાબિલે દાદ છે. અને આજે સૌથી મોટી વાત તો એ છે કે કોઈપણ જુવાન વ્યક્તિ નવલકથા લખવાની ચેલેન્જ ઉપાડી લે એ જ એક ‘ઉત્સવ’ છે. આ ‘ઉત્સવ’ માટે અભિનંદન. ઑલ ધ બેસ્ટ. - સંજય છેલ