દીકરીની જાસૂસી - 7

  • 586
  • 206

દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૭        નવનીતલાલ હાથમાં લાકડી લઈને અંધારામાં છુપાતા-છુપાતા ગાર્ડનની પાછલી દીવાલ તરફ આગળ વધ્યા. પેલા રહસ્યમય શખ્સે લાકડાની સીડી ચડીને સ્નેહાના બેડરૂમની બારી પાસે પહોંચી ગયો હતો અને પોતાના હાથમાં રહેલા ઓજાર વડે બારીના સ્ક્રૂ ખોલવાની કોશિશ કરી રહ્યો હતો. બરાબર એ જ વખતે નવનીતલાલે વીજળીના વેગે દોડીને સીડીના પાયાને મજબૂતરીતે પકડી લીધો અને મોટેથી ધડૂકતા અવાજે ગર્જના કરી, ‘કોણ છે રે તું? આજ તને જીવતો નહીં છોડું!’       અચાનક થયેલા આ હુમલાથી પેલો શખ્સ ઉપર જ ડબડબી ગયો. એણે ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ નવનીતલાલે સીડીને જોરથી હલાવી દીધી, જેના લીધે પેલો અજાણ્યો શખ્સ સંતુલન