દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૪ જ્ઞાનેશકુમારના આ અણધાર્યા સવાલે નવનીતલાલને ભ્રમમાં મૂકી દીધા. ‘રામુકાકાનો જુવાન દીકરો?’ નવનીતલાલનું મગજ થોડીવાર માટે શૂન્ય થઈ ગયું. એમણે ફિક્કું હસીને જવાબ આપ્યો, ‘જ્ઞાનેશકુમાર, તમે કંઈક ગેરસમજ કરી રહ્યા છો. રામુકાકા તો નિઃસંતાન છે, એમને કોઈ સંતાન જ નથી!’ જ્ઞાનેશકુમારે પોતાની તીક્ષ્ણ નજર નવનીતલાલના ચહેરા પર સ્થિર કરી અને પૂછ્યું, ‘નિઃસંતાન છે? તો પછી હમણાં એમના ઘરમાં રહેવા આવેલો પેલો યુવાન કોણ છે? મેં નીચે આવતી વખતે બાજુની સાઈડથી એને જોયો છે. દેખાવમાં એકદમ હોશિયાર, સ્માર્ટ અને હીરો ટાઈપ લાગે છે.’ નવનીતલાલના ચહેરા પર હવે આશ્ચર્યની સાથે