The Last Night - 2

  • 426
  • 144

સુરતના હાઇવે પર વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે આરવ અને નિશાની કાર હવે સિટી મોલના પરિસરમાં પ્રવેશી ચૂકી હતી. રાતના બાર વાગવા આવ્યા હતા, ઘડિયાળના કાંટા એ વાતની ગવાહી આપી રહ્યા હતા કે આજની આ ભયાનક રાત ખરેખર તેમના જીવનની "ધ લાસ્ટ નાઈટ" સાબિત થઈ શકે તેમ હતી. રસ્તાઓ પર સંપૂર્ણ સન્નાટો છવાયેલો હતો, પણ બંનેના મગજમાં વિચારો અને ડરનું એક મોટું વવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું.ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા આરવે રિયર-વ્યુ મિરરમાં પાછળ નજર નાખીને ગંભીર અવાજે કહ્યું, "નિશા, પેલી ગાડી ભલે અત્યારે ભાગી છૂટી હોય, પણ મને પૂરી શંકા છે કે આપણો પીછો હજી પણ કોઈ ગુપ્ત રીતે કરી