દીકરીની જાસૂસી - 1

દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૧          શહેર આખામાં જેનું નામ આદર અને પ્રતિષ્ઠાથી લેવાતું હતું તેવા નવનીતલાલ આજે એક અજીબ જ અસમંજસમાં ફસાયેલા હતા. વેપારી આલમમાં એમનો ડંકો વાગતો હતો, અનાજ અને કાપડના મોટા ધંધામાં એમની શાખ એવી હતી કે માત્ર એક સહીથી કરોડો રૂપિયાની લેવડ-દેવડ થઈ જતી. પરંતુ આજે દુનિયાભરના વેપારીઓની મુશ્કેલીઓ હલ કરનાર નવનીતલાલ પોતે જ એક એવી અંગત અને પારિવારિક સમસ્યાથી ઘેરાયેલા હતા કે જે કોઈની આગળ મોં ખોલીને કહી શકાય તેમ નહોતું. વાત સીધી હતી પણ ખૂબ જ નાજુક— એમની યુવાન દીકરી સ્નેહાનું બદલાયેલું વર્તન!          એક બાપ તરીકે પોતાની દીકરીની આબરૂ અને