પ્રકરણ ૪૩: ડિજિટલ નશો, સિલિકોન વેલીના રહસ્યો અને આનંદનગરની 'માટી-પાંદડા' પાઠશાળા!દૈનિક ચબરાકિયાં:"જે ટેકનોલોજીના બાદશાહો આખી દુનિયાના બાળકોને સ્ક્રીનના રવાડે ચડાવી રહ્યા છે, તેઓ પોતે પોતાના સંતાનોના હાથમાંથી મોબાઈલ છીનવીને માટીમાં રમવા મોકલે છે! સ્ક્રીનનો ચળકાટ આંખો અને મગજ બંનેને નબળા પાડે છે, જ્યારે કુદરતનો સંગાથ જીવનને તેજસ્વી બનાવે છે!"સપ્ટેમ્બર મહિનાની એક તાજી, ખુશનુમા સવારે આનંદનગર સોસાયટીના ગાર્ડનમાં પંખીઓનો કલરવ ગૂંજી રહ્યો હતો.જોગિંગ ટ્રેક પર આઈટી એન્જિનિયર દેવાંશ જોશી ,રોહન દેશમુખ, તેજસ્વી અને યુવા દીકરી કાવ્યા મોર્નિંગ વૉક કરી રહ્યા હતા. ચાલતાં-ચાલતાં એમનું ધ્યાન ગાર્ડનની બેંચ પર બેઠેલા 'આનંદ ગૅંગ'ના બાળકો—વિવાન, કાવ્યા, ગુરુનુર, ઓમ, શોર્ય, ઈશાન, ક્રિશ, રિયાન, રુદ્ર (ટીનીયો),