જીવન પથ - ભાગ 76

  • 178
  • 64

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૭૬        ‘મનુષ્યે પરિસ્થિતિઓ સામે લડવું જોઈએ, એક તૂટે તો બીજું ઘડવું જોઈએ.’         આ સુવિચાર જીવનના સૌથી કઠિન અને વાસ્તવિક સત્યને ઉજાગર કરે છે. આપણે બધા જાણીએ છીએ કે જીવન હંમેશાં એક સરખું રહેતું નથી. ક્યારેક અચાનક એવી મુસીબતો આવી પડે છે કે આપણા સપના, આપણો ધંધો કે આપણાં સ્વજનો સાથેના સંબંધો તૂટી જાય છે. આવી ક્ષણોમાં માણસ ભાંગી પડે છે અને નિરાશ થઈને બેસી જાય છે.        પરિસ્થિતિઓ સામે રોવું કે ફરિયાદ કરવી એ કોઈ સમાધાન નથી. જો કાચનો ગ્લાસ તૂટી જાય તો આપણે શું કરીએ છીએ? શું આપણે રડ્યા કરીએ છીએ