સાબરમતીના કિનારેએક અધૂરી રાત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાતના અગિયાર વાગ્યા હતા. જૂન મહિનાની ગરમ હવામાં નદીના પાણીની સહેજ ઠંડક ભળેલી હતી. આરવ હેડફોન કાનમાં ભરાવીને ધીમા પગલે ચાલી રહ્યો હતો. તેના માટે આ રોજનો નિયમ હતો. જ્યારે આખું શહેર સૂઈ જવાની તૈયારી કરતું, ત્યારે આરવ પોતાની એકલતાને ટહેલવા નીકળતો.અચાનક, નદી કિનારાના એક બાંકડા પર તેનું ધ્યાન ગયું. એક યુવતી ત્યાં માથું ઘૂંટણમાં છુપાવીને બેઠી હતી. તેનો ખભા ધ્રૂજતા હતા—તે રડી રહી હતી. બરાબર એ જ સમયે, બે બાઇક સવારો ત્યાં રોકાયા. તેઓ છોકરીની નજીક જઈને અણછાજતી કોમેન્ટ્સ કરવા લાગ્યા, "કેમ બોસ, આટલી રાત્રે એકલા? કોઈ પાર્ટનર ખૂટે છે?"આરવનો સ્વભાવ શાંત