જીવન પથ - ભાગ 74

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૭૪        ‘પ્રાર્થનાનો ઉદ્દેશ ઈશ્વરને બદલવાનો નથી, પરંતુ પ્રાર્થના કરનાર વ્યક્તિના સ્વભાવ અને દ્રષ્ટિકોણને બદલવાનો છે.’       આ સુવિચાર આજના અતિશય અપેક્ષાઓથી ભરેલા યુગમાં પ્રાર્થનાનો સાચો અર્થ સમજાવે છે. આપણે બધા જ્યારે પણ મુશ્કેલીમાં હોઈએ કે મંદિર-ધાર્મિક સ્થળોએ જઈએ ત્યારે ઈશ્વર પાસે લાંબી યાદી લઈને બેસી જઈએ છીએ કે મારે આ જોઈએ છે અને પેલું બદલી નાખો. આપણે ભગવાનને આપણા 'ઈચ્છાપૂર્તિના વ્યાપારી' માની લઈએ છીએ, જે આપણી દરેક જીદ પૂરી કરવા માટે બેઠા છે.        પ્રાર્થના એ કોઈ 'સોદાબાજી' નથી, પણ મનને શાંત કરવાની અને ભીતર ડોકિયું કરવાની એક પવિત્ર ક્ષણ છે. ઈશ્વરને આપણી કોઈ