જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૭૩ ‘વધારાનો પ્રયાસ તમને ભીડથી અલગ કરી દેશે.’ આ સુવિચાર આજના સ્પર્ધાત્મક યુગમાં સફળતાનું સૌથી મોટું રહસ્ય છે. આપણે બધા કોઈ પણ કામમાં પૂરતી મહેનત કરીએ છીએ, પરીક્ષા પાસ કરી લઈએ છીએ કે ઓફિસનું કામ પૂરું કરી લઈએ છીએ, પણ શું એટલું પૂરતું છે? આજના જીવનનું હળવું જ્ઞાન એ છે કે સામાન્ય લોકો અને અસામાન્ય વિજેતાઓ વચ્ચે માત્ર 'એક ટકા' કે 'એક વધારાના પગલાં' નો જ ફરક હોય છે. બધા જ લોકો ૯૯ ટકા મહેનત કરે છે, પણ જે વ્યક્તિ છેલ્લી ઘડીએ પેલો એક વધારાનો પ્રયાસ કરે છે, તે જ રેસ જીતી જાય