બીજા દિવસે સવારે કોલેજનો માહોલ સામાન્ય દિવસો જેવો નહોતો. સામાન્ય રીતે ગેટની બહાર હાસ્ય, વાતો અને વિદ્યાર્થીઓની અવરજવર જોવા મળતી, પરંતુ આજે આખા કેમ્પસમાં એક અજાણી શાંતિ પ્રસરી ગઈ હતી.જેમ જેમ વિદ્યાર્થીઓ કોલેજના મુખ્ય બિલ્ડિંગ તરફ આગળ વધી રહ્યા હતા, તેમ તેમ તેમના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. ઘણા લોકો એક જ દિશામાં દોડતા હતા. કોઈકના ચહેરા પર ડર હતો તો કોઈક ધીમા અવાજે એકબીજા સાથે કંઈક ચર્ચા કરી રહ્યા હતા."શું થયું છે?""આટલી ભીડ શા માટે છે?""કોઈ અકસ્માત થયો છે શું?"આવા પ્રશ્નો દરેકના મનમાં ઉઠી રહ્યા હતા.આનંદ, પ્રિયા અને તેમના મિત્રો પણ ભીડ તરફ આગળ વધ્યા.ભીડની નજીક પહોંચતા જ તેમને જમીન પર