જીવન પથ - ભાગ 70

  • 168

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૭૦ ‘ઉમ્મીદની કોઈ ઉંમર હોતી નથી.’         આ સુવિચાર જીવનના સૌથી સુંદર સત્યોમાંનું એક છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે ચોક્કસ ઉંમર પછી નવા સપના જોવા, કંઈક નવું શીખવું કે ફરીથી શરૂઆત કરવી એ આપણા માટે નથી. આપણે સમાજના માપદંડોમાં એટલા જકડાઈ ગયા છીએ કે નિવૃત્તિ પછીની જિંદગીને માત્ર 'વિશ્રામ' સમજીએ છીએ.         ઉમ્મીદ એટલે માત્ર આવતીકાલની આશા નહીં પણ આજે કંઈક નવું કરવાનો ઉત્સાહ છે. તમારી ઉંમર ભલે ગમે તે હોય, જો તમારામાં શીખવાની અને આગળ વધવાની જીજ્ઞાસા છે તો તમે હજુ યુવાન છો. શરીર વૃદ્ધ થઈ શકે છે પણ મન તો હંમેશા