ધમાલ 4

ધમાલ 4-રાકેશ ઠક્કર         અસલી 'ધમાલ'માં સંજય દત્ત સિવાય કોઈ બહુ મોટો સુપરસ્ટાર નહોતો. છતાં તેની સહજ કોમેડી, અફલાતૂન સિચ્યુએશન્સ અને યાદગાર ડાયલોગ્સ આજે પણ લોકોના દિલમાં વસેલા છે. પણ આ જ ફ્રેન્ચાઈઝીનો નવો અધ્યાય એટલે કે 'ધમાલ 4' થિયેટરોમાં ટપકી પડી ત્યારે જૂની યાદો તાજી થવાને બદલે મગજનું દહીં થઈ ગયું છે. વર્ષ ૨૦૨૬ના સૌથી નબળા અને વાહિયાત પ્રમોશન સાથે રિલિઝ થઈ છે. આ ફિલ્મ થોડા સમય પહેલાં આવેલી 'વેલકમ ટુ ધ જંગલ' જેવી ફિલ્મો બેકાર અને કંટાળાજનક લાગી હોય તો આ 'ધમાલ 4' જોવાની હિંમત પણ કરવા જેવી નથી. કારણ કે આ ફિલ્મ જોયા પછી 'વેલકમ