ગુજરાતી મારવાડી ની લવ સ્ટોરી અમદાવાદની ‘મેગાટેક આઇટી સોલ્યુશન્સ’ કંપનીમાં સોમવારની સવારે ભારે ઉત્તેજના હતી. ઓફિસની કડક અને શિસ્તબદ્ધ પ્રોજેક્ટ મેનેજર અંજલિ સિંહ પોતાની કેબિનમાં ફાઈલો ચેક કરી રહી હતી. આખી ટીમ આજે યુએસથી આવનારા નવા સિનિયર આર્કિટેક્ટની રાહ જોઈ રહી હતી. અંજલિ ઓફિસમાં પોતાના કડક મિજાજ માટે જાણીતી હતી, પણ તેની એક ગુપ્ત આદત હતી. જ્યારે પણ તે મૂંઝવણમાં હોય કે કોઈને જોઈને તેના દિલના ધબકારા વધી જાય, ત્યારે તે શુદ્ધ ગુજરાતી કે અંગ્રેજી છોડીને ધીમેથી પોતાની માતૃભાષા—મારવાડીમાં ગણગણવા લાગતી. તે માનતી હતી કે આ મોર્ડન ગુજરાતી ઓફિસમાં કોઈને મારવાડી સમજાવવાની નથી.બરાબર સવારે ૧૦ વાગ્યે ઓફિસના કાચના ઓટોમેટિક દરવાજા ખુલ્યા.