આરોહી અને અંકિતના લગ્નને હજુ માંડ એક વર્ષ થયું હતું. તેમનું નાનું સંસાર-ઉપવન જાણે કોઈ સુંદર સ્વપ્ન જેવું મધુર હતું. ડ્રોઈંગ રૂમના નવા ઇન્ટિરિયરની પસંદગી, વીકએન્ડના પ્લાન્સ અને ભવિષ્યમાં આવનારા બાળકોના નામ સુધીની વાતો તેમના બેડરૂમની દિવાલોમાં ગુંજતી રહેતી. જીવન તેની સંપૂર્ણ ગતિ અને સુંદરતા સાથે વહી રહ્યું હતું. પણ, નિયતિ પાછળ ઊભી રહીને કંઈક અલગ જ પટકથા લખી રહી હતી.એક દિવસ અચાનક આરોહીના શરીરે સાથ આપવાનું બંધ કર્યું. શરૂઆતમાં જે સામાન્ય થાક લાગતો હતો, તે ધીમે-ધીમે અસહ્ય આળસમાં બદલાવા લાગ્યો. ઉબકા આવવા, ભૂખ બિલકુલ મરી જવી, સવારે અરીસામાં જોતાં ચહેરા પર દેખાતો સોજો અને લોહીના દબાણનો સતત ઊંચો રહેતો