આશુતોષે એડ એજન્સીમાં નોકરી સ્વીકારી ત્યારથી અનેક સુંદર મોડલ, એક્ટ્રેસને નજીકથી નિહાળી હતી. ઘણી બધી છોકરીઓ સુંદર હતી, એને ગમી હતી પણ દોદોહીની વાત જ નિરાળી હતી. એ કોઈ સામાન્ય છોકરી નહીં પણ સ્વર્ગમાંથી ઊતરી આવેલી કોઈ અપ્સરા, કોઈ પરી, જેવી હતી.બંને કાફેમાં પહોંચ્યા. આજે અહીં ખાસ્સી ભીડ હતી છતાં એમને એક કોર્નર પર ત્રણ જણા બેસી શકે એવું ટેબલ ખાલી મળી ગયું. બંનેએ બેસીને એકમેકને હળવું સ્મિત આપ્યું.“મારી નિર્ઝર મેડમ સાથે વાત થઈ હતી. એમણે તને એ વિશે વાત કરી હશે." એણે ધીમેથી વાત ચાલુ કરી.“હા, તમે મારી સાથે લગ્ન કરવામાં રુચિ દાખવો છો અને એટલે જ આજે આપણી