“હેય આશુતોષ...આજે હું તને દોદોહી વિશે બધું જ જણાવીશ. જાણું છું કે તું એની પર વિશ્વાસ નહીં કરી શકે પણ આ જ હકીકત છે.દોદોહી. આવું વિચિત્ર નામ? આ નામ વિચિત્ર નથી પણ કોરિયન છે. ઓન પેપર એનું નામ હજી થોડુંક લાંબુ છે પણ અહીંના લોકોને બોલવું અને સમજવું સરળ રહે માટે ટૂંકમાં દોદોહી રાખ્યું છે.એના જન્મને હજી અઢાર વરસ જ થયા છે છતાં એમ કહી શકાય કે હાલ તું જે યુવતીને મળ્યો એ એનો બીજો જનમ છે. એનો જનમ થયો ત્યારે એના પિતા સાઉથ કોરિયાની એક કંપનીમાં કામ કરતા હતા. એ ત્યાં યુદ્ધ માટેના ઘાતક શસ્ત્રો બનાવતા. દોદોહી પણ વરસો