11 ટાસ્ક્સ - Chapter 15

આશુતોષે જેમ તેમ કરીને દિવસ તો કાઢ્યો પણ રાત કાઢવી મુશ્કેલ થઈ ગઈ હતી. એને ના ભૂખ લાગી હતી, ના ઊંઘ આવતી હતી. ગઈ કાલ રાતનો ઉજાગરો હતો છતાં એની આંખોમાં સહેજે ઊંઘ નહોતી. એને પોતાને પણ નવાઈ લાગી રહી હતી. આજ સુધી કોઈ છોકરી માટે એને આટલી બધી લાગણી નહોતી થઈ. હાલ તે જે પીડા ભોગવી રહ્યો હતો એ ખરેખર અજીબ હતી, એ દર્દ સાથે સુખનું એક અજીબ કોમ્બો હતી. એની હાલત એ થઈ હતી કે અજાણતા જ એ કોઈ ગીતની કડી ધીરેથી ગણગણી ઊઠતો હતો. તો જાણ બહાર જ “આઇમ ઈન લવ, આઇમ ઈન લવ, આઈ એમ ઇન લવ”