11 ટાસ્ક્સ - Chapter 14

  • 276
  • 104

“હેય આશુતોષ...કેમ છે તું?હજી તારે મને કોઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકે છે!”આશુતોષની આંખ વહેલી સવારે જ મળી હતી છતાં નોટિફિકેશન આવ્યાનો અવાજ સાંભળતા જ એણે બંધ આંખે હાથ લંબાવી ફોન હાથમાં લીધો હતો. ચિટર ચુડેલ નામ વાંચતા જ એના ચહેરા પર એક પહોળું સ્મિત રેલાઈ ગયું. એણે મેસેજ વાંચ્યો ને તરત સામો જવાબ લખ્યો.“તે ગઈ કાલે સાંજે મને ‘લવ યુ ટુ’ કેમ કહ્યું હતું? મેં તો તમને ‘આઈ લવ યુ’ નહોતું કહ્યું.”સામેથી કોઈ જવાબ ના આવ્યો એટલે એ ઉઠ્યો ને બાથરૂમમાં જઈ હળવો થઈ આવ્યો. એણે ફરી ફોન ઉઠાવી અનલૉક કર્યો ને નોટિફિકેશન પર નજર કરી. કોઈ નવો