“હેય...આશુતોષ,ખરેખર જો આપણે મળી શકીએ તો, મને તો ખૂબ મજા આવશે. તારા જેવા નવયુવકને મળવાનું ભલા કોને ના ગમે!એક કામ કર, તું આજનું કામ પૂરું કર ને એના ઇનામ રૂપે હું તને આજે સાંજે સાત વાગ્યે કૉફી પીવડાવીશ. તારી ઓફિસની બાજુમાં જ ‘કાફે કોફી ડે’ આવેલું છે એ તે જોયું હશે. તું ત્યાં આવી જજે.તારું આજનું કામ: આજ સવારથી લઈને રાત સુધીમાં તારે દસ લોકોને ‘આઈ લવ યુ’ કહેવાનું છે!”આશુતોષ ઉઠ્યો ત્યારે એનું માથું ભારે લાગતું હતું. આગલી રાતે એને સરખી ઊંઘ નહોતી આવી અને એનું એક કારણ આ અજાણી મેસેજ મોકનાર સ્ત્રી હતી. હવે એને થઈ રહ્યું હતું કે