11 ટાસ્ક્સ - Chapter 6

“હેય આશુતોષ...મેં ગઈ કાલે તને જે કામ સોંપેલું એ પૂરું કર્યું કે નહીં?તને એમાં મજા આવી?”આશુતોષ સવારે ઉઠ્યો ત્યાનો આ મેસેજ આવવાની જ રાહ જોઈ રહ્યો હતો. એણે તરત જવાબ આપ્યો,“હા, કામ થઈ ગયું.મને મજા પણ આવી!મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવું પણ કરી શકું. કોઈક સામે ઊંચા અવાજે બોલવું કે મારી વાત માનવવા આટલા બધા પ્રયત્નો કરવાનું મને કદી આવડ્યું જ નહોતું. થૅન્ક યુ લાવણ્યા, તારા લીધે હું એક દિવસમાં ઘણું બધું નવું શીખ્યો”.“ઠીક છે, ઠીક છે, હવે વધારે પડતો ઇમોશનલ ના થા. તે સવારે દુકાનદાર સાથે ને પછી તારી ઓફિસના છોકરા સાથે મગજમારી કરી એ મને ખબર