11 ટાસ્ક્સ - Chapter 3

  • 406
  • 172

“હેય આશુતોષ... ગઈ કાલ રાતના આટલું મોડું કેમ થયું હતું? તે કપડાં પણ બદલ્યા નહોતા ને એમ જ સૂઈ ગયો હતો. તારે આટલું બધું કામ કરવાની જરૂર શી પડે?પોતાનું થોડુંક ધ્યાન રાખ યાર!”સવારે સાત વાગ્યે એ જાગ્યો હતો. બે વાર ઊંઘમાં જ એણે એલાર્મ બંધ કર્યું હતું ને પાછો સૂઈ ગયો હતો પણ હવે એમ કરવું પોસાય તેમ નહોતું. ઝડપથી ઊભો થઈ એ બાથરૂમમાં ઘૂસ્યો. પંદરેક મિનિટમાં બધી જરૂરી ક્રિયા પતાવી, નહાઈને ટુવાલ લપેટી બહાર આવ્યો. ચા પીવાના ઇરાદે કિચનમાં ગયો ત્યાં યાદ આવ્યું કે ઇન્સ્ટન્ટ ચાની છેલ્લી પડીકી ત્રણેક દિવસ પહેલા જ વપરાઈ ગઇ હતી. રસોડામાં થોડા એંઠા વાસણો હજી