લવમાં લોચો

  • 356
  • 86

અમદાવાદની ભાગોળે આવેલા એ ફાર્મહાઉસમાં શનિવારની રાત ફૂલ ઓન હાઈ એનર્જીમાં હતી. સ્પીકર્સમાંથી જોરદાર લો-ફાઈ મ્યુઝિક વાગી રહ્યું હતું, બાર્બેક્યુની સુગંધ હવામાં ભળેલી હતી અને ટેબલ પર ખાલી બોટલોનો ઢગલો હતો. પાંચ-છ મિત્રો ગોળ કુંડાળું વળીને બેઠા હતા. બંટી પહેલેથી જ પૂરેપૂરો ટલ્લી થઈ ગયો હતો. એ અચાનક ગ્લાસ હવામાં ઊંચો કરીને બોલ્યો, "આજનો જામ... એ બધી ક્રશના નામ... જેમણે આપણને ભાવ ના આપ્યો પણ શાયર બનાવી દીધા!"​જયે તરત જ ટાપસી પુરાવી, "અને જેમણે આપણા ખિસ્સા ખાલી કરાવ્યા!" હાર્દિકે ઉમેર્યું, "અને છેલ્લે ઇન્સ્ટા પર બ્લોક પણ કર્યા!"​બધા જોરથી હસી પડ્યા. પણ આ બધાની વચ્ચે ખૂણામાં બેઠેલા કબીર ના ચહેરા પર