જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૪ (ગત ભાગથી આગળ) આપણે બીજાના ચરિત્ર પર ડાઘ શોધીએ છીએ પણ આપણું મન જે બારી છે, તેના પર અહંકાર, ઈર્ષ્યા અને પૂર્વગ્રહની કેટલી ધૂળ જામી છે તે જોતા નથી. આપણે બીજાને બદલવાની કોશિશમાં આખી જિંદગી વિતાવી દઈએ છીએ પણ જો આપણે માત્ર આપણી દ્રષ્ટિનો કાચ સાફ કરી લઈએ તો આખી દુનિયા આપોઆપ સુંદર દેખાવા લાગશે. કહેવાય છે કે ‘જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.’ જો તમારું મન પવિત્ર છે અને તમે તમારી જાત સાથે સત્ય વચનથી જોડાયેલા છો તો તમને બીજામાં પણ દેવત્વ દેખાશે. આજના સમયમાં માનસિક શાંતિ એ સૌથી મોટું લક્ઝરી છે અને તે ત્યારે જ મળે જ્યારે તમે ‘લાઇવ એન્ડ