રવિને મોબાઇલ બહુ ગમતો.એવો ગમતો કે સ્કૂલથી ઘરે આવતાં જ બેગ એક ખૂણે ફેંકી દેતો અને મોબાઇલ હાથમાં લઈ લેતો. હાથમાં મોબાઇલ આવ્યો એટલે દુનિયા ગાયબ. વીડિયો, ગેમ, કાર્ટૂન, રીલ—સમય ક્યારે વહેતો જાય એ રવિને ખબર જ ન પડતી.બહાર સાંજ પડી જાય,મમ્મી રસોડામાંથી બોલાવતી,“રવિ, થોડીવાર પુસ્તક વાંચ.”રવિ હસીને જવાબ આપતો,“હમણાં જ, મમ્મી.”પણ એ “હમણાં” ક્યારેય આવતું નહીં.સ્કૂલમાં રવિ સામાન્ય વિદ્યાર્થી હતો. ન બહુ નબળો, ન બહુ તેજ. ક્લાસમાં બેઠો હોય ત્યારે પણ મનમાં સ્ક્રીન ફરતી. શિક્ષિકા સમજાવતી, પણ રવિનો ધ્યાન મોબાઇલ જેવી રીતે સ્લાઇડ થઈ જતું.એક દિવસ સ્કૂલમાં જાહેરાત થઈ.ચિત્ર સ્પર્ધા.વિષય હતો—“મોબાઇલ અને મારું ભવિષ્ય.”આ શબ્દોએ રવિને અટકાવી દીધો.“મોબાઇલ તો