જીવન પથ ભાગ-50

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૦         ‘સારી વ્યક્તિ સાથેનો સંબંધ એ અત્તરની શીશી જેવો છે, તમે કંઈ પણ ન ખરીદો તો પણ તેની સુગંધ તો તમને મળે જ છે.’        આપણે એવા જમાનામાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો કોઈની સાથે જોડાતા પહેલા એ વિચારે છે કે ‘આનાથી મને શું ફાયદો થશે?’ સોશિયલ મીડિયા પર આપણા હજારો 'ફોલોઅર્સ' હોય છે પણ આપણા જીવનમાં સુગંધ ફેલાવનારા સાચા મિત્રો બહુ ઓછા હોય છે. કહેવાય છે કે ‘જેવી સંગત તેવી રંગત.’ આ કહેવત આજના યુગમાં પણ એટલી જ સાચી છે. જ્યારે તમે કોઈ નકારાત્મક વ્યક્તિ સાથે હોવ છો ત્યારે ગમે તેટલી એસી કેબિનમાં બેઠા હોવ તો પણ તમને માનસિક ગૂંગળામણ અનુભવાય