જીવન પથ ભાગ-49

  • 84

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૯ ભાટાઈનો સમય છે, સમૂહ ગાનનો સમય,પોતાનો સ્વર જો રાખીએ જીવી શકાય નહીં.-રઈશ મનીઆર        આ શેર આજના સમયની બહુ મોટી વિટંબણા પર કટાક્ષ કરે છે. તે સત્ય અને સલામતી વચ્ચેના સંઘર્ષની વાત કરે છે. આજના સમયની કડવી વાસ્તવિકતા અને સામાજિક માનસિકતા પર એક બહુ મોટો પ્રહાર છે. તે સત્ય અને સલામતી વચ્ચેના સંઘર્ષની વાત કરે છે. આપણો યુગ એવો છે જ્યાં ‘શું સાચું છે’ તેના કરતાં ‘બહુમતી શું કહે છે’ તેનું મહત્ત્વ વધી ગયું છે. સાચું બોલનાર વ્યક્તિ ઘણીવાર એકલી પડી જાય છે જ્યારે હાજી-હા કરનાર વ્યક્તિ સફળતાના શિખરો સર કરે છે. રઈશ મનીઆરનો આ શેર આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું આપણે આપણી મૌલિકતા ખોઈ