એક હતો કાગડો.

  • 310
  • 92

  પ્રાણીઓમાં શિયાળ અને પક્ષીઓમાં કાગડો, આ બંને ખુબ લુચ્ચા. બંને એક બીજાથી ચડે. કાગડો બુદ્ધિશાળી હોવા છતાં આડીલખણો અને અવળચંડો પણ. ધોમધખતા કાળે ઉનાળે માણસ ઘેધૂર ઝાડવાને છાંયે બેઠું હોય કે સૂતું હોય તો કાગડો બરોબર એના માથા પર સવા પાશેરનો લપ્પો ચરકે છે. પનિહારી પાણી ભરીને ઘેર જતી હોય. તળાવ આખું ખુલ્લું અને ભર્યું હોય છતાં કાગડો પનિહારી ના બેડા માંથી પાણી પીવા વલખા મારે. કોઈ એને ઉડાડે તો ઉડીને પાછો એ જ જગ્યા પર બેસીને કા…કા… કા… કર્કશ ગીત આરડયા કરે છે. જ્યાં તેના બચ્ચા હોઈ ત્યાંથી કોઈ પસાર થાય તો પણ તેને ચાંચ મારે. જાણે તેના રુપારા