કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 124

જેના હોઠ લાલ બુંદ જેવા હતા..જેનો ચહેરો માસુમ અને ભોળો લાગતો હતો અને દરરોજ કોલેજ જતી વખતે જ્યારે તે પોતાની મોમને પગે લાગીને "જય શ્રી કૃષ્ણ" કહીને નીકળતો હતો અને ત્યારે મોમ તેના આ ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવતી હતી અને તેને કહેતી હતી કે, "જલ્દીથી પાછો આવી જજે બેટા.."પોતાની મોમનો પ્રેમાળ સ્પર્શ તેને અત્યારે તેની ગેરહાજરીમાં ખૂબ સાલવા લાગ્યો હતો અને તેનાથી છૂટ્ટા મોં એ રડાઈ ગયું...કદાચ પોતાની મોમ અને ડેડને છેતર્યા અને પોતે અવળા ધંધા કર્યા તેનો આ જ ખરો પશ્ચાતાપ હતો....હવે આગળ....તેણે કવિશાને ફોન લગાવ્યો..રીંગ વાગી રહી હતી પરંતુ કવિશાએ ફોન ન ઉઠાવ્યો..દેવાંશે ફરીથી કવિશાને ફોન લગાવ્યો...આ