તૃષ્ણા

  • 308
  • 106

लोभेन बुद्धिश्चलति लोभो जनयते तृषाम् ।तृषार्तो दुःखमाप्नोति परत्रेह च मानवः ॥ભાવાર્થ:લોભથી બુદ્ધિ વિચલિત થઈ જાય છે, લોભ અતૃપ્ત તૃષ્ણાને જન્મ આપે છે. અને એ તૃષ્ણાથી પીડાતા દુ:ખનો સહભાગી બને છેનદીના મીઠાં પાણીમાં એક હાથીનું શબ તણાતું ચાલી રહ્યું હતું. આ શબ જોઇને એક કાગડો આનંદિત થયો; તે તરત જ તેની ઉપર બેસી ગયો અને આ નવાં મળેલાં સૂત્રને પોતાની મોજમસ્તીના માધ્યમ તરીકે જોઈને આનંદમાં મગ્ન થયો. શબ પર બેસીને કાગડાએ પૂરતું માંસ ખાધું અને નદીનું મીઠું પાણી પીધું. કાગડાના મનમાં એવું વિચાર આવ્યુ કે, "આ તો બહુ જ સરસ વ્યવસ્થા છે, ખોરાક, પાણી બધુંજ અહીં જ છે. હવે આ નદી