પરી સમીરને ચોંટી પડી..અને તેને કહેવા લાગી કે, "જો સમીર જો, મારી મોમ હવે ભાનમાં આવી ગઈ છે..તે હવે મારી સાથે વાતો પણ કરશે..."સમીર પોતાની પરીની ખુશીને.. તેની આંખોમાંથી છલકાતાં પોતાની માં પ્રત્યેનાં પ્રેમને નીરખી રહ્યો હતો અને પરીને ખુશ જોઈને ખૂબજ ખુશી અને શાંતિ અનુભવી રહ્યો હતો..તે પરીને પંપાળી રહ્યો હતો અને પરી પોતાની તમામ ખુશીઓ સાથે સમીરના મીઠાં મધુરાં આલિંગનમાં ખોવાઈ ગઈ હતી..ડૉક્ટર નિકેત ત્રિવેદી આ બધું જોઈ રહ્યા હતા..બે મિનિટના મૌન પછી તેમણે પરીને સમીરના આલિંગનમાંથી મુક્ત કરવા માટે કેટલાક શબ્દો ઉચ્ચાર્યા કે, "હવે આપણી દવા અને દૂઆ બંને કામ કરી રહ્યા છે.."અને તે માધુરીના રૂમમાંથી બહાર