લવ યુ યાર - ભાગ 70

  • 2.3k
  • 1
  • 806

બીજે દિવસે સવારે તે થોડો વહેલો જ ઉઠી ગયો અને પરમેશના હાથની ચા પીને પરમેશને જમવાનું બનાવીને ટિફિન લઈને સીધા ઓફિસે પહોંચવાનું કહીને પોતે પોતાના ગોડાઉને જવા માટે નીકળી ગયો. અને ગોડાઉને પહોંચીને તેણે આખાયે ગોડાઉનનું ચેકીંગ કરી લીધું કે પોતાનો જૂનો બનેલો માલ કેટલો પડ્યો છે, કાચો માલ કેટલો પડ્યો છે અને નવા ઓર્ડર માટે શું વ્યવસ્થા કરવાની જરૂર છે. લગભગ આ બધું કરતાં તેને દોઢેક કલાક લાગી ગયો અને આ બધું કામ પૂરું કર્યા પછી તે ઓફિસે પહોંચી ગયો જ્યાં પોતાની કેબિનમાં બેસીને તેણે નવા ઓર્ડરનો આખો પ્રોજેક્ટ પેપર ઉપર તૈયાર કરી દીધો અને ત્યારબાદ સ્ટાફ મીટીંગ બોલાવી